મેઘરજ તાલુકા ના ગામો માં જરુરિયાત વાળા શ્રમિક પરિવારો ને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્રારા કપડા વિતરણ કાર્યકમ યોજાયો.
પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ જિલ્લા અરવલ્લી છેલ્લા 23 વર્ષથી ગ્રામ વિકાસ અને મહિલા વિકાસ ની સાથે તાલિમો,સરકારી યોજનાઓ નો અમલ,ઘરેલું હિંસા અધિનિયમ ની કામગીરી,અત્યાચાર અને અપમાન નિવારણ મહિલા ઓ માટે સાતજે કુદરતી અને માનવ સર્જીત આફતમાં મદદરૂપ થાય છે સાથે સાથે દાતા દવરા ચીજ વસ્તુ ઓનુ વિતરણ કરવામાં આવે છે.
ચાલુ વર્ષે માનવ જ્યોત અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દવરા 100 દિવસ ની રોજગારી મેળવતા પરિવારો ના બાળકો,મહિલા,યુવાનો,વૃદ્ધો, દિકરી ઓ ને મફત કપડા વિતરણ કામગીરી ની શરુઆત પંચાલ ગામે થી ગામ આગેવાનો,ડેપ્યુટી સરપંચ,સરપંચ,સંસ્થા ના સભ્યો અને કાર્યકરો સાથે રાખી ને કરવામાં આવી હતી. આ બાબતે ગ્રામિણ શ્રમિકો ને પૂછતા બધા ઍ આનદ અને ખુશી દર્શાવિ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જગદિશભાઈ અને તેમની ટીમ નો આભાર માન્યો હતો.

