
સંગઠન ના હોદેદારો તરીકે ઉપપ્રમુખ પદે જાવેદ ખાન, મહામંત્રી તરીકે પ્રતાપસિંહ ઠાકુર, મંત્રી તરીકે ઉમેશ પટેલ અને ખજાનચી તરીકે દેઝાદ ચોઠિયા ની સર્વ સંમતિથી સાથે વરણી કરવામાં આવી, સંગઠન ના એડવાઇઝરી સભ્ય તરીકે રાજેશ ભાનુશાલી, ઈલિયાસ મલેક,તુષાર પંચાલ ની વરણી કરાઈ
વલસાડ: તા. ૮ જૂન, આજરોજ વલસાડના પત્રકારો ના નવા સંગઠન માટે એક અગત્યની બેઠક નું આયોજન વલસાડ સર્કીટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું,આ બેઠક માં વલસાડ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ ની રચના કરવામાં આવી હતી સંગઠન ના પ્રમુખ તરીકે સર્વનુંમતે વલસાડ ટુડે અખબાર ના તંત્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે ની વરણી કરવામાં આવી હતી આ સાથે જ ઉપપ્રમુખ તરીકે સંદેશ ન્યૂઝ ચેનલ ના પત્રકાર જાવેદ ખાન, મહામંત્રી તરીકે પ્રજાનાદ અખબાર ના તંત્રી પ્રતાપસિંહ ઠાકુર,મંત્રી તરીકે ઝી મીડીયા ના ઉમેશ પટેલ તેમજ ખજાનચી તરીકે યઝદાન ટાઈમ્સ ના તંત્રી દેઝાદ ચોથીયાની સર્વ સંમતિ સાથે નિમણૂક કરવામાં આવી હતી,સંગઠન ના એડવાઇઝરી સભ્ય તરીકે રાજેશ ભાનુશાલી, ઈલિયાસ મલેક,તુષાર પંચાલ ની વરણી કરવામાં આવી હતી, આ તબક્કે નવા વરાયેલા હોદેદારો નો ઉપસ્થિત તમામ પત્રકારો એ પુષ્પગુચ્છ થી સ્વાગત કરી શુભકામનાઓ પાઠવી હતી
વલસાડ મીડીયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો તરીકે,સચિન કુલકર્ણી,કૌશિક જોશી, એજાજ શેખ,સુભાષ ઠાકુર,કમલેશ શાહ,રીશબ શાહ,પ્રિયાંક પટેલ,પરીમીતસિંહ રાઠોડ, અરુણા પાંડે, કેયુર મિસ્ત્રી, ફેઝલ શેખ, યશરાજસિંહ ઠાકુર, હેરતસિંહ રાઠોડ, રાજુભાઈ પટેલ,ફૈઝલ શેખ,નિલીમા પટેલ, રસના ચોથીયા,ભરત આહીર જોડાયા હતા,વલસાડ મીડીયા ચેરીટેબલ ટ્રસ્ટ ની રચના કરાતા કુલ ૨૬ પત્રકારો આજરોજ જોડાયા હતા

