Gujarati

વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર દમણ જીલ્લાની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ દ્વારા વૃક્ષારોપણ અને પેપર બેગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો

Written by krishnanewsnetwork

દમણ જીલ્લાંની પ્રગતિશીલ એવી આટિયાવાડ ગ્રામ પંચાયતની સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા આટિયાવાડ ગ્રામ પંચાયત વિસ્તારની આંગણવાડીઓ ના કમ્પાઉન્ડમાં બાળકો સાથે ફૂલ અને ફળોના ૧૦૦ થી વધુ છોડવાઓના રોપણ કર્યો હતા. તેમજ સરપંચશ્રીએ પર્યાવરણ જાળવણી સંબંધમાં તેમજ વૃક્ષોના મહત્વ વિશે બાળકોને રસપ્રદ એવી વાતો સંભળાવી હતી આ ઉપરાંત શ્રીમતી ઉર્વશીબેન પટેલે આટિયાવાડ પંચાયતના સેક્રેટરી અને સ્ટાફ સાથે મળીને પંચાયત ક્ષેત્રની મેડિકલ સ્ટોરો અને કરિયાણાની દુકાનો પર જઈને પેપર બેગ વહેંચી હતી તેમજ દુકાનદારોને પ્લાસ્ટીકની પ્રતિબંધિત થૈલીઓની વપરાશ નહીં કરવાનો આગ્રહ અને સૂચના પણ આપી હતી.તેમણે કહ્યું કે વઘુમાં વઘુ વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક થૈલીઓનું ત્યાગ કરી પર્યાવરણને થતા નુકસાનથી બચાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે હું આજે પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં આટિયાવાડ સહિત સમગ્ર દમણવાસીઓ ને અપીલ કરું છુ કે તેઓ વધુમાં વધુ વૃક્ષારોપણ કરી દમણ જિલ્લાને લીલાછમ બનાવવા પોતાનો યથાસંભવ યોગદાન આપે.

About the author

krishnanewsnetwork

Leave a Comment