Gujarati

શ્રી વઘાસિયા પરિવાર સુરત દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નુ આયોજન કરવામાં આવેલ.

Written by krishnanewsnetwork

વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ધોરણ 10 અને 12 પછી શું એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નું આયોજન આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર સુરતના પ્રમુખશ્રી ડૉ.જગદીશ વઘાસીયા એ જણાવેલ કે ધોરણ 10 અને 12 ના તમામ પ્રવાહોના પરિણામ આવી ગયેલ હોય, ઘણા ખરા વાલીઓ અને વિદ્યાર્થીઓ આગળની કારકિર્દી માટે અસમંજશ માં હોય છે, તે માટે આજરોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં 300 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય વક્તા તરીકે શહેરના નામાંકિત લેખક અને કારકિર્દી માર્ગદર્શક શ્રી જયેશ બ્રહ્મભટ્ટ રહ્યા હતા . કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ ઈલેકટ શ્રી રમેશ વઘાસિયાએ જણાવેલ કે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ કોઈ પણ દિશા નક્કી કરતા પહેલા પોતાની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખવો જોઈએ આજકાલ વિદેશમાં જવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે ત્યારે વાલીઓની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ બાળકોને વિદેશ મોકલતા હોય છે અને પછી આર્થિક સંકળામણ અનુભવતા હોય છે. કાર્યક્રમમાં મહેમાન તરીકે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલના ચેરમેન જીવણભાઈ રામાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આજના મુખ્ય વક્તા જયેશ બ્રહ્મભટ્ટે ફક્ત સાયન્સ અને કોમર્સ જ જીવનમાં આગળ વધવા માટે નથી અન્ય ઘણા બધા પ્રવાહો પણ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે વિજ્ઞાન કોમર્સ અને આર્ટસ પ્રવાહમાં જુદા જુદા ૧૫૦ કરતાં પણ વધારે પ્રવેશ માટે તકો છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની સ્કિલ મુજબ પ્રવાહ પસંદ કરવા તેમજ પોતાની સ્કેલ મુજબ ધંધો વ્યવસાય કરવાં જણાવેલ અને તે અંગે વિગતવાર ઉદાહરણ સાથે માર્ગદર્શન આપેલ અને પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોનું સંતોષકારક જવાબો આપેલ. સમગ્ર કાર્યક્રમ ની જવાબદારી ચેરમેન રાજેશ વઘાસિયા, કો ચેરમેન આકાશ વઘાસિયા, તેમજ કિરણ વઘાસિયા એ ઉઠાવેલ. કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમના પ્રમુખ શ્રી નીતિન વઘાસિયા યુવા મહામંત્રી પરેશ વઘાસિયા અને ટીમે મહામંત્રી નિખિલ વઘાસિયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી નીતિન વઘાસિયા તેમજ શ્રી પરેશ વઘાસીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ શ્રી આકાશ વઘાસિયા (તપસ્વી એજ્યુકેશન) દ્વારા પૂરો પાડવામાં આવેલ. કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખશ્રીઓ તેમજ ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર વિધિ મહામંત્રી શ્રી નિખીલ વઘાસિયાએ કરેલ.

About the author

krishnanewsnetwork

Leave a Comment