Gujarati

અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન ના જીલ્લા પ્રમુખપદે ઉમરગામ ના રાજેન્દ્ર(રાજુભાઈ) મહેતા ની નિયુક્તિ

Written by krishnanewsnetwork

અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન ના પ્રદેશ પ્રમુખ જેઠાભાઈ પટેલે વલસાડ જિલ્લા સંગઠનમાં ફેરફાર કર્યો છે જેમાં વલસાડ જિલ્લા મહામંત્રી રાજેન્દ્ર (રાજુભાઈ) મહેતા ને જીલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.
હાલના જીલ્લા પ્રમુખ પ્રવિણભાઇ પટેલને એમના અનુભવો નો લાભ મળી શકે એટલા માટે એમને વલસાડ વિભાગ (વલસાડ, નવસારી અને ડાંગ) ના મહામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
રાજુભાઈ મહેતા ના હુલામણા નામથી જાણીતા આંતરરાષ્ટ્રીય વૈશ્ય સંમેલનના જીલ્લા પ્રમુખ તરીકે કામગીરી બજાવી રહ્યા છે એટલું જ નહીં એમણે વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપમાં જીલ્લા કક્ષાએ ઉત્કર્ષ કામગીરી બજાવી છે. સંગઠન પ્રદેશ ઉપપ્રમુખ વિજયકુમાર ગોયલે બન્ને મહાનુભાવોને શુભકામનાઓ પાઠવી છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment