Gujarati

ભૂરાભાઈ દ્વારા BSKC IAS STUDY CENTER – નિશુલ્ક રેસિડેન્શિયલ હોસ્ટેલ કોડીનાર માટે અન્ન દાન

Written by krishnanewsnetwork

સમાજ નિર્માણ માટે રોજગારી અને શિક્ષણ તેમજ પ્રશિક્ષણ કાર્ય કરતું ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ એકમ જ્યાં યુવાનો માટે ફ્રી શિક્ષણ, ફ્રી મટીરિયલ, ફ્રી લાયબ્રેરી, ફ્રી રિડિંગ ઝોન અને ફ્રી રેસિડેન્શિયલ હોસ્ટેલ સુવિધા આજ સુધીમાં સમાજના ઘણા ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરવા માટે આ નિશુલ્ક વર્ગોમાં તાલીમ લઈ સરકારી સેવામાં કાર્યરત થયા છે અને ઘણા યુવાઓ પ્રશિક્ષિત બન્યા છે. આજે સમાજના ગૌરવ સમાન અને સમાજની દરેક મુશ્કેલીઓમાં અને દરેક સમસ્યાઓમાં સાથ આપનાર પછી તે અનુસૂચિત જાતિ સમાજના કોઈ પણ લોકોની આરોગ્ય કે દવાખાનામાં કોઈ મદદની જરૂર હોય કે કોઈ પણ જરૂરિયાતમંદ લોકોને આર્થિક, શૈક્ષણિક અને કોઈ પણ જાતની સેવાઓ માટે એક જ નામ સમાજમાં ઉપયોગી બને છે અને તે છે ભરતભાઈ સોસા (ભૂરાભાઈ). સ્વભાવે નિખાલસ અને દયાળુ તેમજ હમેશા યુવાઓની અને સમાજની ચિંતા કરનાર તેમજ પોતે ગમે તેવી મુશ્કેલીઓમાંથી પસાર થતાં હોય તેમ છતાં સમાજમાં કોઈ પણ પ્રસંગોમાં યોગદાન આપી સમાજની પડખે ઊભા રહેનારા… સિંહ સમાન કોડીનાર તાલુકાના જ નહિ સમગ્ર ગુજરાત રાજ્યના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના ગરીબ તેમજ મધ્યવર્ગના લોકો માટે હર હંમેશ મદદરૂપ થાય છે. સામાન્ય લોકોની સમસ્યાઓ તેમની સમસ્યા હોય તેવી ચિંતા કરે છે. તેઓ સામાજીક કાર્ય, શેક્ષણિક તેમજ હોસ્પિટલ માટે હમેશા રાત દિવસ સમાજના લોકોની મદદ કરતા રહે છે તેઓ ખરેખર અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ છે. કોડીનાર તાલુકા સમાજના સમૂહ લગ્નમાં તેમજ સામાજિક અને શૈક્ષણિક મીટીંગો અને સભાઓ સેમિનારો મા બિરદાવવામાં તેમજ અનુદાન આપવા બદલ તેમજ ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે હંમેશા લોકોને મદદરૂપ બની ભરતભાઈ સોસા (ભુરાભાઇ )ને ખુબ ખુબ અભિનંદન તેમનો જન્મ દિવસ પહેલી જૂનના દિવસે હોય સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અનેક શુભકામનાઓ તેમજ જીવન ખુબ આગળ પ્રગતિ કરો તેમજ સમાજ અને જરૂરિયાતમંદ લોકોની હર હંમેશ મદદ કરતા રહે તેવા શુભ આશય સાથે ફરીથી કોડીનાર ખાતે કાર્યરત BSKC IAS STUDY CENTER નિશુલ્ક રેસિડેન્શિયલ હોસ્ટેલમાં સમાજના યુવાનોની રોજગારી અર્થે મદદ માટે તેમણે કરેલી અન્ન દાન તેમજ સમગ્ર યુવાઓની મદદ માટે કોટી કોટી વંદન. ફરીથી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી જન્મ દિવસની શુભકામનાઓ…..

About the author

krishnanewsnetwork

Leave a Comment