અધ્રુવ પંચાલ: અમદાવાદ. અમદાવાદ પૂર્વી આર્ટ થિયેટર્સ દ્વારા વિવિધ ક્ષેત્રના વ્યક્તિ વિશેષોને પોંખવાનો કાર્યક્રમ તા.૨૭/૫/૨૩ ને શનિવારના રોજ ગીતા હોલ,ભવન્સ કોલેજ કેમ્પસ, ખાનપુર અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લોકપ્રિય ગુજરાતી ટીવી સીરિયલ હૂતો હૂતીના નિર્માતા વિનસ ફિલ્મના માલિક શ્રી સી.એમ.પટેલ,આર્ટિસ્ટ,પ્રોડ્યુસર શ્રીમતી દિવ્યાબેન પટેલ,ફિલ્મ અને ટીવી આર્ટિસ્ટ શ્રીમતી જૈમીનીબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન તરીકે પ્રોડ્યુસરશ્રી મેહુલ પટેલ, મીનાબેન ભાટિયા અને ધનંજય પટેલ ડી.કે. ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રવીણ જોશી દ્વારા પ્રાર્થના અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ એડ ફિલ્મ નિર્માતા વિનસ ફિલ્મ્સના માલિક શ્રી સી. એમ. પટેલે કહ્યું હતું કે મનગમતું કામ કરો મસ્ત રહો પરિશ્રમ સફળતા અપાવે જ છે. આર્ટિસ્ટ પ્રોડ્યુસર દિવ્યા પટેલે ફિલ્મો સાથે સેવા કાર્યની પણ વાત કરી હતી. જૈમીની ત્રિવેદીએ નાટ્ય ફિલ્મ અને ટીવી અભિનય અંગેના સ્મરણો રજૂ કરી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. મહેમાનો દ્વારા નાટકના કલાકારો પત્રકારો તંત્રીઓ સાહિત્યકારો સમાજ સેવા ફોટોગ્રાફી અને વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપી રહેલા વ્યક્તિ વિશેષોને મહેમાનોના હસ્તે મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યા હતા. કલાકાર મુકેશ જાનીએ નાટક ક્ષેત્રે, નટવર ગોહિલે સાહિત્ય ક્ષેત્રે અને રાજુ રબારીએ પત્રકાર તરીકે પ્રતિભાવો આપ્યા હતા. વીરુભાઈ અલગોતર મંગલ નવકાર મહેક ગ્રુપ શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું અને શ્રી અરિહંત સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવામાં મીનાબેન ભાટિયા, ગીતાબેન, મેહુલ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉદઘોષક તરીકે શાહિદ અલી સૈયદ અને ફોટોગ્રાફર તરીકે રાજુ ઘડિયાળીએ સેવા આપી હતી. કુમારી ખનન શેઠ સૌના સ્વાગત માટે ઉત્સાહી હતી.
કાર્યક્રમના આયોજક શ્રી ભરતભાઈ પંચોલીએ કાર્યક્રમનો ઋણ સ્વીકાર કરી તેમના જીવનમાં આવેલા પડકારોના અનુભવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે અદાકાર શ્રી મુકેશ જાની,શ્રી મહર્ષિ જાની, શ્રી રશ્મિ એન્જિનિયર શ્રી રવિ રાઠોડ,શ્રી રમેશ દેસાઈ,શ્રીમતી ઉષા અરુણા કે ચૌહાણ, શ્રીમતી સુનિતા દુસાને, શ્રીમતી વૈશાલી આચાર્ય,શ્રીમતી રક્ષા શાહ, શ્રી અનમોલ જેઠવા, શ્રી રાજ રંગવાલા, શ્રી પ્રવીણ જોશી, શ્રી અનિલ ક્રિશ્ચિયન, શ્રીમતી મીનળ રાઠોડ,શ્રી પરેશ મોદી, શ્રીમતી સરોજબેન વ્યાસ, શ્રી ગંગારામ મકવાણા, શ્રીમતી રેખાબેન જાદવ, શ્રીમતી નીરૂબેન વ્યાસ ,શ્રી પ્રજ્ઞેશ પટેલ ,શ્રી ભરત પટેલ ,શ્રી શૈલેષ સોલંકી ,બિંદુ શુક્લ,સ્વ.શૈલેષ શુક્લ, સ્વ. ઉષા શાહને કલાકાર વિભાગમાં સન્માનિત કરાયા હતા.સ્વ. મિત્રોના મોમેન્તો તેઓના પરિવારજનોએ સ્વીકાર્યા હતા.
સાહિત્ય ક્ષેત્રે શ્રી નટવરભાઈ ગોહેલ અને શ્રી મણિલાલ શ્રીમાળી મિલાનનું સન્માન કરાયું હતું.
ફોટો વિડીયોગ્રાફર ફોટો જર્નાલિસ્ટ વિભાગમાં શ્રી રાજુ ઘડિયાળી અને શ્રી પંકજ ભાવસારનું સન્માન કરાયું હતું.
તંત્રીઓ અને પત્રકારો વિભાગમાં સીને સરિતાના સ્થાપક અને ફિલ્મ પત્રકાર શ્રી ભુપેન્દ્ર રાવલ, વ્રજભૂમિ કિશનના તંત્રી શ્રી વિમલ પટેલ, શ્રી કિરીટ શ્રીમાળી તંત્રી એક્સક્લુઝિવ નેહા રાવલ, શ્રી અજય દવે તંત્રી સૂર્યકાલ, શ્રી પરેશ પારીયા તંત્રી વાત્સલ્ય, શ્રી પરેશ પંચાલ તંત્રી હમારા ભારત, શ્રીમતી નિરાલી પટેલ તંત્રી પ્રજા અહેવાલ અને શ્રી રાજુ રબારી તંત્રી રાજલેખનનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિશિષ્ટ વ્યક્તિ ક્ષેત્રે ડોક્ટર અતુલ મહેતા,શ્રીમતી ગીતા આર પટેલ, શ્રીમતી હંસા નાયક, શ્રી શ્રીનિવાસ એ ચિરદાસ,શ્રી કિરીટ ધુવાડ, શ્રી વીરુભાઈ અલગોતર મંગળ નવકાર મહેક ગ્રુપ ગોપાલ સંસ્કાર ટ્રસ્ટ અને શ્રી જીતુભાઈ શાહ શ્રી અરિહંત સ્થાનકવાસી જૈન યુવક મંડળનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી ભરતભાઈ પંચોલીએ ઉપસ્થિત સૌ કલાકારો, પત્રકારો, મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કલાકારો, પત્રકારો અને સમાજના વિવિધ ક્ષેત્રે કાર્ય કરતા વ્યક્તિ વિષેશોને સન્માનવાનું કાર્ય ભરત પંચોલી અને પૂર્વી આર્ટ થિયેટર દ્વારા કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત સૌએ ખૂબ જ દિલથી વધાવ્યું હતું અને અભિનંદન આપ્યા હતા.

