
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા તા. ૨૯.૦૫.૨૦૨૩ ના રોજ , સુરત માં વસતા વઘાસીયા પરિવાર ના બીઝનેસ મેન માટે એક બીઝનેસ સેમીનાર નું આયોજન જે.ડી. ગાબાણી લાઈબ્રેરી ઓડીટોરીયમ , વરાછા રોડ, હીરાબાગ ખાતે કરવામાં આવેલ. કાર્યક્રમ ની વિશેષ માહિતી આપતા કાર્યક્રમ ના ચેરમેન શ્રી આશિષ વઘાસીયા એ જણાવેલ કે આ કાર્યક્રમ વઘાસીયા ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ વઘાસીયા પરિવાર સુરત દ્વારા , કરવામાં આવેલ અને આ કાર્યક્રમ માં મુંબઈ ના બીઝનેસ ટ્રેનર શ્રી મુકુન્દ ચૌહાણ કે જેઓ સુરત માં પણ ઘણા બીઝનેસ મેન ને ટ્રેનીંગ આપી ચુક્યા છે અને મુંબઈ ઉપરાંત ગુજરાત માં અનેક સેમિનારો કરી ચુક્યા છે તેઓએ શ્રી વઘાસીયા પરિવાર ના યુવા બીઝનેસ મેનો ને આ સેમીનાર દ્વારા બીઝનેસ ટીપ્સ આપેલ. આ કાર્યક્રમ માં પરિવાર ના પ્રમુખ શ્રી ડો. જગદીશ વઘાસીયા તેમજ મહામંત્રી શ્રી નિખિલ વઘાસીયા નું સતત માર્ગદર્શન મળેલ. પરિવાર ના પ્રમુખ શ્રી ડો.જગદીશ વઘાસિયા એ વધુ માહિતી આપતા જણાવેલ કે શ્રી વઘાસીયા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી વઘાસીયા બીઝનેસ ક્લબ ચાલી રહી છે જેમાં ઘણા યુવાનો જોડાયેલ છે અને એક બીજા ના બીઝનેસ ની ચર્ચા અને વ્યવસાય કરી રહ્યા છે , આ સેમીનાર નું આયોજન યુવા ઓ દ્વારા જ યુવાનો માટે કરવા માં આવેલ, જેથી યુવાનો એક બીજા ના બીઝનેસ વિષે જાણે તેમજ એકબીજા ની નજીક આવે અને એક બીજા ના ધંધા વ્યવસાય માં ઉપયોગી થાય તેમજ કોઈ યુવાનો ને શરૂઆત માં કોઈ મુશ્કેલી પડે તો તેમને કઈ રીતે મદદ રૂપ થઇ શકાય ઉપરાંત આવા બીઝનેસ ટ્રેનર દ્વારા ઉપયોગી માર્ગદર્શન થી ધંધા વ્યવસાય ને કઈ રીતે આગળ વધારી શકાય અને હરીફાઈ ના સમય માં બીઝનેસ કઈ રીતે ટકાવી શકાય. તેમણે આ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ ચેરમેન આશીષભાઈ વઘાસીયા તેમજ કો ચેરમેન શ્રી જગદીશભાઈ વઘાસીયા ( બકાજી) નો આભાર વ્યક્ત કરેલ તેમજ આ કાર્યક્રમ નું સૌજન્ય જેના દ્વારા પ્રાપ્ત થયેલ તેવા યુવા એન્જીનીયર ઋત્વિક ભાઈ વઘાસીયા ( એન.આર. ઈલેક્ટ્રીકલસ ) નો વિશેષ આભાર માનેલ. યુવા એન્જીનીયર અને બીઝનેસ મેં ઋત્વિક ભાઈ એ પોતાની કંપની ના મિશન અને વિઝન વિષે પણ ખુબ સરસ માહિતી આપેલ . યુવા ટીમ ના પ્રમુખ નીતિન ભાઈ વઘાસીયા અને મહામંત્રી શ્રી પરેશભાઈ વઘાસીયા એ આ કાર્યક્રમ ના વક્તા સાથે સંકલન ની જવાબદારી નિભાવેલ તેમજ ગૌતમ ભાઈ અને હાર્દિક ભાઈ પણ ઉમદા સહયોગ પૂરો પડેલ . અને અંત માં યુવા મિત્રો ના ધંધાકીય પ્રશ્રો ના જવાબો શ્રી મુકુંદભાઈ અને ઋત્વિક ભાઈ દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમ માં પૂર્વ પ્રમુખ શ્રી વિનુભાઈ તેમજ કેશુભાઈ વઘાસીયા તેમજ ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ , દીપકભાઈ નરસીભાઈ અને રમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહેનો એ પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો

