નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાય નાઓ એ નવસારી ટાઉન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુન્હાઓ અટકાવવા અને શોધી કાઢવા સર્વેલન્સ સ્કોટ કામગીરી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.એ અનુસંધાન તા.૨૮.૦૫.૨૩ ના રોજ પો.ઇ. કે એચ.ચૌધરી તથા સર્વેલન્સ સ્કોટ નવસારી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માં કરતા હતા.અ.હે.કો.લાલુસિંગ ભરત સિંગ ને બાતમી મળેલ કે તા.૧૨.૦૫.૨૩ ના રોજ પોરબંદર કોચીવલી સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ.બે લાખ ત્રીસ હજારની ચોરી થયેલ સામાન દરગાહ રોડ ઉપર આવેલ મોટી દરગાહ ની સામે પેઈન્ટર શેખની ગલીમાં રેહનાબેન અજીજ ઇસ્માઇલ મુનશી ના મકાનમાં રહેતા મહમદ નૂર શાહ વાળા ની પાસે છે અને તે મકાનને હાજર હોવાની માહિતી મુજબ તે પકડી પડેલ છે.મહમદ નૂર શાહ વાળા રહેણાંક મકાન માંથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ-૭ નંગ, પાનકાર્ડ-૧ નંગ,ડ્રા.લા.-૧ નંગ, મોબાઈલ ફોન -૨ નંગ, લેપટોપ-૨ નંગ,એલ.ઈ. ડી. ડિસ્પ્લે-૧ નંગ, એલ.ઈ. ડી.ટીવી-૧નંગ, હેર સ્ટ્રેટર-૧ નંગ તથા પકડાયેલ ઈસમ પાસે થી મોબાઈલ ૧ નંગ મળી કુલ રૂ.૧,૪૧,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી ભરૂચ રેલવે સ્ટેશન પાર્ટ A ગુ.ર.ન.૧૧૨૧૨૦૧૦૨૩૦૧૦૫/૨૦૨૩ ઇ. પી.કો. કલમ ૩૭૯ મુજબ ચોરી નો વણશોધાયેલ ગુન્હાનો ભેદ ખોલ્યો હતો. આ કામગીરી માં અ.હે.કો. ધુધાભાઈ,અ.હે.કો.વિપુલભાઇ,અ.પો.કો. અશોકભાઇ, વુ.પો.કો.કવિતાબેન સાથે રહ્યા હતા.

