Gujarati

ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી હત્યા નિપજાવવાના કેસમાં ફરાર સૂત્રધાર ને ઉમરગામ પોલીસની અલગ અલગ ટીમોએ મુંબઈ અને બિહારથી આરોપીઓને ઝડપી પાડયા 

Written by krishnanewsnetwork

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની ચાલી રહેલી કામગીરી દરમ્યન તાંબાના કેબલ નાખવાની કામગીરી સુધાકર નામનો કોન્ટ્રાકટરને સપવામાં આવી હતી. સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાનો ચાલી રહેલી કામગીરી ચાલી રહી હોવાની જાણ નજીકમાં આવેલા ભંગાર ગોડાઉન સંચાલક ઝાકીર શેખને થતા તેના કામદાર લક્ષ્મણ સાથે કટર લઈને કેબલ ચહેરો કરવા પહોંચ્યા હતા. જ્યાં ઝાકીરના કહેવા ઉપર લક્ષ્મણે કેબલ કપવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન રેલવેના કોન્ટ્રાક્ટર સુધાકર અને તેના માણસોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સંજાણ રેલવે ફાટક પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં ઝાકીર ને અને લક્ષ્મણને પકડીને સુધાકર અને તેના માણસોએ માર માર્યો હતો અને ઝાકીરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તે કેસમાં મુખ્ય આરોપી રેલવે કોરિડોરની કામગીરીનો કેબલ કોન્ટ્રાક્ટર સુધાકર અને પવન નામના આરોપીને ઝડપી પાડવા ઉમરગામ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જેમ મુંબઈથી ઉમરગામ પોલીસે સુધાકર સિંગની ધરપકડ કરી છે. સુધાકરની  કેબલ ચોરી કરતા ભંગારના ગોડાઉન સંચાલકને માર મારી તેના ગોડાઉનમાં આગ ચાંપી ફરાર થઈ ગયો હતો.ઉમરગામ પોલીસે ફરાર સુધાકરની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉમરગામ પોલીસની બિહાર તપાસમાં ગયેલી ટીમે આ કેસમાં સંડોવાયેલા પવન નામના આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરગામ પોલીસ બિહારથી આરોપીની અટકાયત કરી ઉમરગામ લાવવાની તજવીજ હાથ ધરી છે.

 

About the author

krishnanewsnetwork

Leave a Comment