સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેકટર-૧, નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ તથા મદદનીશ પોલીસ કમિશનર બી-ડીવીઝન નાઓએ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધવા અને નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સૂચન કર્યું છે.જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.ગાબાણી તથા સર્વેલન્સ પો.સ.ઇ.એ.જી.પરમાર નાઓએ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અ.હે.કો.રવિરાજસિંહ તરસંગભાઈ તથા અ.પો.કો. સંજયભાઈ ભગવાનભાઈ એ બાતમી ના આધારે વરાછા પો સ્ટે.ગુ.ર.ન.૫૮૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)૩,૧૪૪ તથા વરાછા પો.સ્ટે. ગુ.ર.ન.૪૬૨/૨૦૧૯ઇ.પી.કો. કલમ ૩૭૯(એ)૩,૧૪૪ મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી સુરેશ ભીલ મારુતિ ચોક ચાર રસ્તા પાસે ઉભેલ છે જેને ચેક્સ વાળો શર્ટ અને કાળા કલર નું પેન્ટ પહેરેલ છે તે ધ્યાન માં લઇ તાપસ કરતા તે મળી આવેલ અને તેની સામે કાર્યવાહી કરી પકડી પાડેલ છે.
આ કાર્યવાહી માં અ. પો.કો.જીગ્નેશ નાનજી અને અ.હે.કો.રાજેશ ચીકુભાઈ પણ રહેલ હતા.

