વલસાડ ના રાખોડીયા તળાવ પર ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથામાં આજે રુક્મણી વિવાહ નૉ ઉત્સવ ધુમાધામ થી ઉજવાયો હતો રાજ શાહ અને અનેરી શાહ કૃષ્ણ રુક્મણી બની ને બિરાજ્યા હતાં પ્રવીણ પાવર જાન લઇ ને આવ્યા હતાં ચેતાલી બેન હિરેનભાઈ પટેલે કન્યાદાન કર્યું હતું અલ્કાબેન તુલસીભાઇ ઢીમ્મર તરફથી મોસાળું પુરાયું હતું આચાર્ય અજય જાની અને દીપકભાઈ જોશી એ મંત્ર ઉચ્ચાર કર્યા હતાં પ્રિન્સિપાલ k t પટેલે ઉદબોધન કર્યું હતું શારદાબેન નરેશભાઈ ટંડેલ, રમેશભાઈ પટેલ ડેની, શંકરભાઇ પટેલ મંડપવાળા, તથા આહીર પરિવાર દ્વારા મંગલ વરતાયા હતાં આ પ્રસંગે પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે પ્રભુ ના પ્રસંગ ને જે પોતાનો માણી ને ઉજવે છે, એના મંગલ અવસર પ્રભુ આવી ને ઉજવી જાય છે આવી કાલે પુર્ણાહુતી પ્રસંગે ભીડભંજન મહાદેવ ના શિવજી મહારાજ તરફથી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો ભાગવત કથા શ્રવણ નૉ લાભ લઇ રહ્યા છે

