English

ઉમરગામ ખાતે વલસાડ એસ.પી.શ્રી ઝાલા ના પ્રમુખ સ્થાને લોકદરબાર નું આયોજન થયું:માનવતા ફર્સ્ટ પ્રાયોરિટી

Written by krishnanewsnetwork

ઉમરગામ ખાતે વલસાડ એસ.પી.શ્રી ઝાલા ના પ્રમુખ સ્થાને લોકદરબાર નું આયોજન થયું:માનવતા ફર્સ્ટ પ્રાયોરિટી

ઉમરગામ તાલુકા ના ઉમરગામ પોલીસ સ્ટેશનમ ખાતે લોકદરબર નું આયોજન થયું હતું.જેમાં ઉમરગામ ના ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી દ્વારા એસ.પી.શ્રી રાજદીપસિંહ ઝાલા નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવા માં આવ્યું હતું.ઉમરગામ પી.આઈ.મોરે દ્વારા કામગીરી બાબતે કે લોક સમસ્યા બાબતે ઉપસ્થિત લોકો ને પોતાની રજુઆત કરવા જણાવ્યું હતું.જેમાં દમણગંગા ટાઈમ્સ ના પત્રકાર ઉદયભાઈ રાવલ એ કોલીવાડ ફાટક પર ટ્રાફિક સમસ્યાનું ધ્યાન દોર્યું હતું.જિલ્લા પોલીસ શ્રી ઝાલા એ તુરંત પી.આઈ ને ટ્રાફિક ની સમસ્યા વ્યવસ્થા નું નિરાકરણ કરવા સૂચન કર્યું હતું.તેમને ઉમરગામ પી.આઈ મોરી સક્ષમ પોલીસ ઉમરગામ ને આપ્યા હોવાની વાત કરી હતી.તેમને માનવતા ની પ્રાથમિકતા પર ધ્યાન આપી લોકો નો સહકાર ઉમરગામમાં પોલીસ ની સાથે રહ્યો છે.ઉમરગામ માં લોકો કાયદા નો અમલ કરે સાથે જિલ્લા માં અકસ્માત નો ગ્રાફ ઊંચો રહ્યો છે તે માટે મોટર સાઈલ ચાલક ને હેલ્મેટ પહેરવા જણાવ્યું હતું. શ્રી ઝાલા દ્વારા મન ખોલી ને માનવતા વિષે ચર્ચા કરી હતી,સાથે સાથે કાયદા કોઈએ હાથમાં લેવાનો નથી તે પણ ઉમેર્યું હતું.

About the author

krishnanewsnetwork

Leave a Comment