Gujarati

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન થયું

Written by krishnanewsnetwork

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા તા. ૧૪.૦૫.૨૦૨૩ ના રોજ , સુરત માં વસતા વઘાસીયા પરિવાર ના યુવાનો દ્વારા યુવા ઓ માટે એક વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ, કાપોદ્રા ખાતે કરવામાં આવેલ. પરિવાર ના પ્રમુખ શ્રી ડો. જગદીશ વઘાસીયા એ વિશેષ માહિતી આપતા જણાવેલ શ્રી વઘાસીયા પરિવાર હર હમેશ કઈ ને કઈ નવા આઓજનો કરતા આવેલ છે અને આજકાલ ક્રિકેટ નો વાયરો ચાલી રહ્યો છે મોટાભાગ ના યુવાઓ ક્રિકેટ માં વિશેષ રૂચી ધરાવે છે ત્યારે અન્ય રમતો માં પણ આજના યુવાનો રસ લે અને આગળ આવે એ માટે શ્રી વઘાસીયા પરિવારે આ પહેલ કરી છે અને કદાચ કોઈ પરિવારો માં જો વોલીબોલ ની ટુર્નામેન્ટ નું આયોજન થયું હોઈ તો કદાચ શ્રી વઘાસીયા પરિવારે પહેલ કરી હશે. આ ટુર્નામેન્ટ ના આયોજન માટે પરિવાર ના મહામંત્રી નિખિલ વઘાસીયા ના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ ના પ્રમુખ નીતિન વઘાસીયા અને યુવા મહામંત્રી પરેશ વઘાસીયા દ્વારા ડો.ધીરજ વઘાસીયા ની ચેરમેન તરીકે નિમણુક કરેલ અને ચિરાગ વાઘસ્યિયા અને ગૌતમ વઘાસીયા ની દેખરેખ હેઠળ કરવામાં આવેલ . ટુર્નામેન્ટ ના ચેરમેન ડો. ધીરજ વઘાસીયા એ વધુ માહિતી આપતા જણાવેલ કે ખેલાડીઓ ના નામાંકન થી લઇ ને ટીમ ઓકસન તેમજ ગ્રાઉન્ડ ની સંપૂર્ણ જવાબદારી અંકુર વઘાસીયા, ભુપેન્દ્ર વઘાસીયા તેમજ હાર્દિક વઘાસીયા નિભાવેલ. આ ટુર્નામેન્ટ માં કુલ ૪ ટીમો બનાવેલ . દરેક ટીમ ના એક ઓનર પરિવાર ના સભ્યો માંથી મળી આવેલ ઉપરાંત ટ્રોફી, કોલ્ડ ડ્રીન્કસ , બોલ, તેમજ મેડલ ના સ્પોન્સર દ્વારા સ્પોન્સર શીપ મળેલ. ટુર્નામેન્ટ ને નિહાળવા પરિવાર ના સભ્યો ને આમંત્રણ પાઠવવા માં આવેલ જેમાં પૂર્વ પ્રમુખો અને ટ્રસ્ટી ઓએ ખેલાડીઓ નો ઉત્સાહ વધારવા તેમજ પ્રેરક બળ પૂરું પાડવા હાજરી આપેલ. અંત માં મહાનુભાવો ની હાજરી માં વિનર અને રનર્સ અપ ટીમ ને ટ્રોફી થી અભીવાદિત કરવામાં આવેલ તેમજ અન્ય ખેલાડીઓ ને તેમના પરફોર્મન્સ મુજબ ટ્રોફી એનાયત કરવામાં આવેલ અને ટુર્નામેન્ટ માં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને મેડલ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ.

About the author

krishnanewsnetwork

Leave a Comment