સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ ૧૦ની પરીક્ષા નું પરિણામ ૧૨/૦૫/ ૨૦૨૩ ના દિને જાહેર થયું .જેમાં સેલવાસ દાદરા નગર હવેલીના લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ના વિદ્યાર્થીઓનું પરિણામ શાળાને ખૂબ જ ગૌરવ અપાવે તેવું ૯૯.૪% આવ્યું.જેમા પ્રથમ ક્રમ આયુષ ઝા ૯૬.૪૦%, દ્વિતીય ક્રમ સિદ્દિકા કાલીયા ૯૬% તૃતીય ક્રમ ત્રણ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા. આદિત્ય નાયક ૯૫.૮૦% , ઈસા સાઈરા પ્રીપીન ૯૫.૮૦% અને દક્ષ મોહતાએ ૯૫.૮૦% પ્રાપ્ત કર્યા. તેજ પ્રમાણે આ ગૌરવાન્વિત દિને માનનીય સભાપતિ મહોદય શ્રી ફતેહસિંહજી ચૌહાણે , ઉપસભાપતિ મહોદય શ્રી એ.ડી.નિકમે તથા ટ્રસ્ટીગણે આનંદિત થઈ શિક્ષકો તથા વિદ્યાર્થીઓની અથાક મહેનત માટે પ્રશંસા કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.શાળાના પ્રભારી આચાર્યા શ્રીમતી નિરાલી પારેખે પણ વિદ્યાર્થીઓને શુભકામના આપી.

