Gujarati Uncategorized

સેલવાસ સ્માર્ટ સીટી બસના પીડિત મહિલા કંડકટરના પરિવારને આદિવાસી વિકાસ સંગઠન મદદરૂપ થશે

*સેલવાસ સ્માર્ટ સીટી બસના પીડિત મહિલા કંડકટરના પરિવારને આદિવાસી વિકાસ સંગઠન મદદરૂપ થશે.*
* સ્માર્ટ સીટી બસની મહિલા કંડકરે ગત રોજ કરી હતી આત્મહત્યા.
* સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરે તમામ પ્રકારની મદદની ખાતરી આપી હોવાની જાણકારી તેઓના પ્રતિનિધિ મંડળ દ્વારા આપવામાં આવી.

ગત રોજ દાદરા નગર હવેલીના મોરખલ ગામની રહેવાસી અને સેલવાસ શહેરની સ્માર્ટ સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી સરસ્વતીબેન ભોયાએ ઉપલા અધિકારી દ્વારા પ્રતાડીત કરાતા આત્મહત્યા કરી હોવાની વાત સમગ્ર પ્રદેશમાં વહેતી થઈ છે જેને લઈ આદિવાસી સમાજ હચમચી જવા પામ્યો છે. સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરે આ ઘટનાને ગંભીરતાથી લઈ સમગ્ર મામલે ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી લાગણી વ્યક્ત કરી હોવાની જાણકારી તેઓના પ્રતિનિધિ મંડળે પીડિત પરિવાર સાથે કરેલી મુલાકાત દરમિયાન આપી હતી. સાથે તેઓ પીડિત પરિવારની પડખે રહશે અને તમામ પ્રકારની મદદ પણ કરશે. તેવી પણ ખાતરી આપવામાં આવી છે.
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમણ કાકવા સાથે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકા વિસ્તારના અગ્રણીઓ સાથે સક્રિય કાર્યકારોનું એક પ્રતિનિધિ મંડળ પીડિત પરિવારની મુલાકાત લેવા ગયા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment