Gujarati

વિશ્વભારતી ના ધોરણ 12 સાયન્સ ના ઝળહળતા તારલાઓ

જાહેર થયેલા ધોરણ 12 સાયન્સ 2022-23 વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું ગુજરાત રાજ્યનું પરિણામ 65.58 ટકા ,સુરત જિલ્લાનું 71.15 ટકા જ્યારે માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ નું પરિણામ 88% જાહેર થયું હતું.શાળામાં પ્રથમ ક્રમાંકે મોરડીયા મુમુક્ષા 93.17 PR, બીજા નંબરે કોટડીયા કૃપલ 92.15PR , ત્રીજા નંબરે મિયાણી રૈની 86.13 PR, ચોથા નંબરે સાવજ સંજના 84.19 PR તેમજ પાંચમા નંબરે ઠાકોર મહેક 83.46 PR પ્રાપ્ત કર્યા હતા .શાળાના પરિણામ વિશે માહિતી આપતા શાળાના આચાર્ય શ્રીમતી ગીતાબેન બડઘાએ જણાવ્યું હતું કે , વૈશ્વિક મહામારી કોરોનાના સમયમાં સૌથી વધારે અસરગ્રસ્ત થયેલા શિક્ષણને સુધારવા માટે તેમજ જે વિદ્યાર્થીઓને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન મળ્યું હતું ,તેવા વિદ્યાર્થીઓને સૌપ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા તૈયાર કરવા માટે શાળામાં સતત રાઉન્ડ ટેસ્ટ તેમજ પ્રિ-સ્માર્ટ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષાના હાવમાંથી બચાવી શકાયા હતા. તેમજ શિક્ષકોના અથાગ પુરુષાર્થને લીધે વિદ્યાર્થીઓનું આટલું સરસ પરિણામ મેળવી શકાયું છે.શાળામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીની દીકરીઓને તેમજ તેમને તૈયારી કરાવનાર અને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષક ભાઈ બહેનોને શાળાના પ્રમુખશ્રી કિશોરભાઈ સાવજ શાળાના આચાર્યશ્રી ગીતાબેન બડઘા, સંચાલક શ્રી અરવિંદભાઈ ભલાડા તેમજ સમસ્ત ટ્રસ્ટ મંડળે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તેમજ તેમના આવનારા શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

About the author

krishnanewsnetwork

Leave a Comment