Gujarati

રાજય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ધટક સહાયોમા અરજીઓ મેળવવા આઇ પોર્ટલ ખુલ્લુ મુકાયુ

આહવા: તા: 02: રાજય સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકો માટે આઇખેડુત પોર્ટલ પર વિવિધ ઘટકોમા સહાય અરજીઓ મેળવવા માટે આઇ પોર્ટલ ખુલ્લુ મુકવામા આવ્યુ છે. જે બાબતે ડાંગ જિલ્લાના પશુપાલકોને વિભાગ દ્વારા અરજી કરવા અંગે અનુરોધ કરાયો છે.
ગુજરાત સરકાર દ્વારા રાજયમા પશુપાલકોના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમા મુકવામા આવેલ છે. ચાલુ વર્ષમા પશુપાલકો ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે જ સરળતાથી મેળવી શકે તે હેતુસર, રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ 2023-24 માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામા આવ્યુ છે.
રાજ્યના પશુપાલકો ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા.01-05-2023 થી 15-06-2023 દરમિયાન આઈ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.
એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર ખેડુતોએ અરજી કર્યા બાદ અરજીની પ્રીટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/મદદનીશ પશુપાલક નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામા મોકલી આપવા પશુપાલકોને અનુરોધ કરવામા આવ્યો છે. આ અંગેની વઘુ માહિતી કે માર્ગદર્શન માટે નજીકના પશુ દવાખાનો નો સંપર્ક સાધવા પણ જણાવાયુ છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment