JEE બાદ બોર્ડ/ગુજકેટ માં પણ પી.પી.સવાણી સ્કૂલનો દબદબો.
આજ રોજ જાહેર થયેલ ધો.૧૨ સાયન્સ ના પરિણામમાં પી.પી.સવાણી સ્કુલનો વિદ્યાર્થી ધ્રુવ રસિકભાઈ પાનસુરીયાએ સમગ્ર ગુજરાતમાં ગુજકેટ પરીક્ષામાં ૧૨૦/૧૨૦ સ્કોર પ્રાપ્ત કરી પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે તથા બોર્ડ પરિણામમાં ૫૦૦ માંથી ૪૬૯ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે..
આ ઉપરાંત ખોખરીયા યુગ રમેશભાઈએ પણ ૫૦૦ માંથી ૪૭૫ માર્ક્સ મેળવી બોર્ડ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે.આ ઉપરાંત ગુજકેટમાં પણ ૧૨૦ માંથી ૧૧૭.૫૦ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.
સાથે સાથે ભંડેરી હેમિલ હિતેશભાઈએ પણ A1 ગ્રેડ પપ્ર્ત કરી સુરત શહેરનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.
આ ઉપરાંત ટોટલ ૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે.
આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી.
આજ રોજ આ દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણી દ્વારા વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી સ્કુલ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
વિશેષમાં સ્ટોરી (યુગ રમેશભાઈ ખોખરીયા)
પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી યુગ રમેશભાઈ ખોખરીયા બોર્ડ પરિણામમાં ૫૦૦ માંથી ૪૭૫ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
આજ રોજ જાહેર થયેલ ગુજકેટ ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ ૧૧૭.૫૦/૧૨૦ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું.
આમ શાળાના સહકાર અને યુગની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે ધ્રુવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હાલ, યુગ એમના પરિવાર સાથે હીરાબાગ સર્કલ પાસે સંતલાલ સોસાયટીમાં રહે છે. યુગ રાજકોટ જીલ્લાના ગુંદાળા ગામના વતની છે.
પિતા : એમ્બ્રોડરી જોબવર્ક
માતા : ગૃહિણી
સપનું : AIIMS Delhi માંથી MBBS કરવું.
વિશેષમાં સ્ટોરી (પાનસુરીયા ધ્રુવ રસિકભાઈ)
પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી પાનસુરીયા ધ્રુવ રસિકભાઈ ગુજકેટમાં ૧૨૦/૧૨૦ માર્ક્સ મેળવ્યાં હતા.
આજ રોજ જાહેર થયેલ ગુજકેટ ના પરિણામમાં અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવનાર વિધાર્થીએ ૧૨૦/૧૨૦ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું.
આમ શાળાના સહકાર અને ધુવની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે ધ્રુવને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હાલ, ધ્રુવ એમના પરિવાર સાથે અમરોલીમાં છાપરા-ભાઠા રોડ પર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહે છે. ધ્રુવ જામનગર જીલ્લાના મકરાણી ગામના વતની છે.
પિતા : વિમા એજન્ટ
માતા : ગૃહિણી
સપનું : ઇલેક્ટ્રોનીક્સ બ્રાંચમાં IIT માંથી અભ્યાસ કરવો.

