Gujarati

મહિલા સામખ્યના કર્મઠ કર્મયોગી કમુબેન પાડવી નિવૃત્ત થયા

મહિલા સામખ્યમાં ક્લસ્ટર પર્સન તરીકે સને ૨૦૦૩થી ફરજરત રહેલા કર્મઠ કર્મયોગી શ્રીમતી કમુબેન આર.પાડવી વર્ષ વય નિવૃત્તિ થતા, તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.શ્રીમતી કમુબેને તેમની ફરજ દરમિયાન ડાંગ જિલ્લાના મહિલા શિક્ષણ કેન્દ્રમાં ગૃહમાતા તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી કરતા, શિક્ષણથી વંચિત કિશોરીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.ડાંગ જિલ્લાની સાથે તેમણે તાપી અને વલસાડ જિલ્લામાં પણ પ્રશંસનીય સેવા બજાવેલ છે.કર્મયોગી કમુબેને ગ્રામીણ મહિલાઓ અને કિશોરીઓમાં, મહિલા સામખ્યના ધ્યેય મુજબ સ્ત્રી સમાનતાના સિદ્ધાંતને સાર્થક કરી, શિક્ષણ થકી સશક્તિકરણની શ્રેષ્ઠ કામગીરી કરી બહેનોને સામૂહિક ચિંતન, સ્વનિર્ણય શક્તિના ઉપયોગથી આત્મવિશ્વાસ કેળવવા તથા પ્રતિષ્ઠા નિર્માણ કરી સામાજિક પરિવર્તન માટેના કાર્ય પૂરી નિષ્ઠા, સેવા અને સમર્પણ સાથે બજાવેલ છે.આ કર્મયોગીની વિદાય વેળાએ સાથી કર્મયોગીઓ દ્વારા તેમને ભાવભરી વિદાય આપવા સાથે, તેઓ સ્વસ્થ અને દીર્ઘાયુ પામી સમાજમાં સદકાર્યો કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

About the author

krishnanewsnetwork

Leave a Comment