Gujarati

 રામ રાજયાભિષેક ની કથા સાથે ભાગડાવડા રામકથા ને અપાયો વિરામ

વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્રારા આયોજિત સાતમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ના લાભાર્થે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 840 મી રામકથા ને આજે વિરામ આપવામાં  આવ્યો હતો. આ પૂર્વે 9 દિવસીય રામહનુમંત યજ્ઞ ની શ્રીફળ હોમી ની પુર્ણાહુતી કરવામા આવી હતી.આચાર્ય દીપક્ભાઇ જોષી દ્રારા પંચમુખી હનુમંત સ્તોત્ર નો પાઠ કરવામા આવ્યો હતો.રામરાજ્યાભિષેક ની કથા નુ વર્ણન કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે ” યુવાનો ને સંદેશ છે કે દૂર દ્રષ્ટિ રાખવાને બદલે આંતર દ્રષ્ટિ રાખો”રાવણ ની સંસ્કૃતિ એ સમાજ ને તોડવાના કાર્ય કર્યા છે, જયારે રામ ની સંસ્કૃતિ એ સમાજ ને જોડવાના કાર્ય કર્યા છે”.”ભાજી ના પાન ખાઈ ને લખાયેલા શાસ્ત્રો ઉપર પાઉંભાજી ખાનારા ઓ ને ટીકા કરવાનો કોઈ આધાર નથી”.” હરિ કણે કણે મા વ્યાપક છે, પ્રેમ થી પ્રગટ થાય છે”.ધનસુખભાઇ પટેલ અને એમના પરિવાર દ્રારા રામરાજ્યાભિષેક નુ તાદશ દ્રશ્ય રજુ કરાયું હતુ. જેને ઉપસ્થિત વિશાળ સંખ્યા મા ભાવિકો દ્રારા વધાવી લેવામા આવ્યું હતુ. ” જયશ્રી રામ ” ના પ્રચંડ નાદ સાથે વાત્તાવારણ ગુંજી ઉઠ્યું હતુ.ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્રારા આભાર વિધિ કરવામા આવી હતી.આજે કથા મા હર્ષદભાઈ કટારીય અને મેહમાનો પધાર્યા હતા જેમનું સ્વાગત પ્રવીણભાઈ પટેલ અને જિગીષાબેન દ્રારા કરવામા આવ્યું હતુ.

About the author

krishnanewsnetwork

Leave a Comment