કોડીનારમાં વિવિધ ક્ષેત્રે સામાજિક સેવા બદલ ભીમ રત્ન સમરસતા પુરસ્કાર એનાયત*સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ સર્વ સમાજના લોકોએ સાથે મળીને સામાજિક સમરસતા સમિતિનાં માધ્યમથી કોડીનાર ખાતે વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોની ભેટ પ્રજાજનોને આપીને એક ક્રાંતિકારી તેમજ પરિવર્તનકારી પગલુ ભર્યુ હતું જેની નોંધ માત્ર ગુજરાત જ નહિ દેશ અને દુનિયાએ લીધી હતી. સામાજિક સમરસ્તાનો સંદેશ અવિરત ચાલે માટે કોડીનાર સર્વ સમાજના લોકોએ ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સમરસતા સમિતિ નિર્માણ કરી તેમજ આ કમિટીમાં દરેક સમાજના અગ્રણીઓને સ્થાન આપ્યુ હતું. જયોતિબા ફૂલે જન્મ જયંતી પ્રસંગે વિધિવત રીતે ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જાહેરાત કરી હતી. સામાજિક સમરસતા રેલી, પુષ્પાંજલી કાર્યક્રમ, મેગા મેડિકલ કેમ્પ, ભીમ વંદના રાત્રિ કાર્યક્રમ અને આ શુભ પ્રસંગે કોડીનાર શહેર અને નગરમાં વિવિધ સામાજિક ક્ષેત્રે પ્રદાન આપનાર વ્યક્તિ તેમજ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં ભીમ રત્ન સમરસતા પુરસ્કાર થી રમેશભાઈ પીરૂમલભાઈ બજાજ નગરસેવક કે જેઓ કોડીનાર ખાતે વર્ષોથી બિનવારસી મ્રુતદેહનું સન્માન પૂર્વક સંસ્કાર કરે છે તેઓની આ ઉત્કૃષ્ટ સેવા બદલ એવોર્ડ એનાયત, સત્યમ યુવક મંડળ ના પ્રતિનિધિ ભાવેશભાઈ રૂપારેલનું સન્માન સામાજિક સેવા ક્ષેત્રે કાર્ય બદલ તેમજ ભગવતી સેવા મંડળ,ડૉ. અસ્પાકભાઈ ઈબ્રાહિમભાઈ મોતિવાલા કે જેઓએ કોરોના કાળમાં કોડીનાર ખાતે સર્વ સમાજની રાત દિવસ સેવા કરી હતી.પત્રકાર અને સામાજિક કાર્યકર જયેશભાઈ કરસનભાઈ મેર કે જેઓ હરિ ઓમ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવા કાર્ય કરે છે. દીપકકુમાર મગનલાલ ગોહિલ જેઓેને સામાજિક સદભાવ ક્ષેત્રે દીપકભાઈ ગોહિલે અત્યાર સુધીમાં કેટલાય લોકોના જીવ બચાવ્યા છે દીપકભાઈ ગોહિલ જતા હોય અને ક્યાંય પણ એકસીડન્ટ થાય એટલે તાત્કાલિક ૧૦૮ બોલાવી અને તે દર્દીને તાત્કાલિક હોસ્પિટલેપહોંચાડવાનુ બધું કામ મૂકીને એ પહેલું કરે અને સોલંકી મિત કુમાર વિરાટ નગર સોસાયટી કોડીનાર તેઓએ પશુ સેવા અને ગૌ સેવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. સર્વ સમાજના વ્યક્તિઓને ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સામાજિક સમરસતા સમિતિ કોડીનાર દ્વારા એવોર્ડથી નવાજવામાં આવ્યા. પ્રતિવર્ષ આ પુરસ્કાર એનાયત કરવામાં આવનાર છે ત્યારે ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબના વિચારને વંદન..

