Article

વિધાનસભામાં પેપરલીક મામલે બિલ લાવી ફ્રન્ટફૂટ પર રહેલી સરકાર PSI ભરતી કૌભાંડમાં બેકફૂટ પર, હવે બે મોરચે તપાસ ઈજ્જત કા સવાલ હૈ

Written by cradmin

વિધાનસભામાં કોંગ્રેસના પેપરલીક મામલાનો સામનો ના કરવો પડે અને યુવાનો પણ સાંત્વના મળે તેમજ સિસ્ટમ બને તે હેતુથી સરકારે પ્રથમ દિવસે જ પેપરલીક મામલે વિધેયક પસાર કરી દીધું હતું પરંતુ વિધાનસભામાં જ નકલી પીએસઆઈ કૌભાંડ સામે આવતા ફરી સરકાર માટે અગ્નિ પરીક્ષા સમાન સવાલો સામે આવ્યા છે. 

ભરતી કૌભાંડ પર ડેમેજ કંટ્રોલ કરવાને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. નકલી પોલીસ મામલે તડવીને પકડીને 10 માર્ચ સુધીના રીમાન્ડ મળ્યા બાદ હવે સમગ્ર મામલે પોલીસ પાસેથી જવાબો શોધવાને લઈને કામગિરી હાથ ઘરાઈ છે. સરકારનું સમગ્ર પેશર ગૃહ વિભાગ અને તેનું સમગ્ર પ્રેશર જવાબો શોધવાને લઈને પોલીસ પર આવ્યું છે ત્યારે આ મામલે યુવાનોને સાંત્વના મળે અને વિરોધી પક્ષને તેમના કરેલા સવાલોનો જવાબ મળે તેને લઈને જવાબો શોધવા કવાયત હાથ ધરાઈ છે. નકલી ટ્રેઇની પીએસઆઇ કેસમાં વિધાનસભાના બજેટ સત્રમાં ગઈકાલે જ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. સરકાર માટે નવા માથાના દુખાવા સમાન બન્યું છે. ત્યારે આ મામલે હવે સરકાર માટે બે મોરચે તપાસ કરવી બહું અનિવાર્ય બની ગઈ છે.

સરકારની તપાસની વાત વિદ્યાર્થી નેતા સુધી કોને પહોંચાડી? ચિંતા આ વાતની 
નકલી ટ્રેઇની પીએસઆઇ કૌભાંડ કેસમાં પોલીસ માટે અગ્નિ પરીક્ષા સમાન એટલા માટે છે કેમ કે, ગૃહ વિભાગ કેવી રીતે આ કૌભાંડ થયું અને કોણે વિદ્યાર્થી નેતાને ગુપ્ત રાહે માહિતી આપી. જેથી અંદરની તપાસ પણ ગૃહ વિભાગ માટે જરૂરી એટલા માટે બની ગઈ છે કેમ કે, સરકારમાં પણ આ મામલે સવાલો અંદરો અંદર થઈ શકે છે. 
સૂત્રો તરફથી એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, આ મામલો પહેલાથી જ તપાસ ચાલી રહી હતી તો પછી આ સિક્રેટ તપાસની વાત યુવરાજ સિંહને કેવી રીતે પડી અને સમગ્ર મામલે ફણગો ફૂટીને ફૂગ્ગા જેવા થતા સરકારના હાથમાંથી જ વાત જતી રહી અને વિપક્ષે તેનો વિધાનસભામાં બરાબરનો ફાયદો ઉઠાવ્યો. કેમ કે, આ ખુલાસાથી પોલીસની તપાસની વાત પણ સાબિત થઈ શકે તેમ નથી. જેથી જ્યાં સુધી જવાબો ના મળે ત્યાં સુધી ડેમેજ કંટ્રોલ વિધાસભા દરમિયાન મુશ્કેલ છે બીજી તરફ ગઈકાલે સીએમ જવાબ આપે તેમ વિપક્ષે ગૃહમાં કહેતા આ મામલે મુખ્યમંત્રીને પણ ઉભા થઈને આ મામલે કહેવાની ફરજ પડી હતી.

વિપક્ષ વિધાનસભાની બેંચ થપથપાવે એ પહેલા જ બિલ ધરી દીધું 
પેપરલીક મામલે કોંગ્રેસના 17 અને આપમાં 5 ધારાસભ્યો કે અપક્ષમાંથી કોઈ સવાર ઉઠાવે એ પહેલા જ રાજસ્થાન, યુપીના કાયદાનો અભ્યાસ કરી પ્રથમ દિવસે જ કોંગ્રેસને વિધાનસભાની બેંચિસ થપથપાવવાનો મોકો મળે એ પહેલા જ સરાકે બિલ લાવીને ફ્રન્ટફૂટ પર વિપક્ષ સામે ખેલી લીધું પરંતુ જે રીતે આ પીએસઆઈ ભરતી કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી સરકાર માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેથી 10 માર્ચ સુધીના તડવીના રીમાન્ડમાં એ તમામ સવાલોના જવાબો સુઘી પહોંચવાનો પ્રયત્ન કરાશે.

ભરતીમાં યુવાનોને વિશ્વાસ અપાવવો મોટી ચેલેન્જ 
શું આ કૌભાંડમાં મયુર તડવીની કોઈ ગેંગ સામેલ છે?, કોઈ મોટા માથાનો હાથ, કરાઈ એકેડમીમાં કુલ 582 ઉમેદવારો તાલીમ માટે હાજર થવાના હતા, પરંતુ સફળ ઉમેદવાર આવ્યો ન હતો અને તેની જગ્યાએ મયુર તડવી ત્યાં પહોંચી ગયો હતો. જેના કારણે પરીક્ષાર્થીઓની કુલ સંખ્યા 582 રહી,જેથી આ મામલે પણ સવાલો એ છે કે, લેખિત પરીક્ષા કે પ્રેક્ટિકલ વિના કેવી રીતે નામ જોડી દીધું હશે આ સહીતના તમામ સવાલોના જવાબો શોધી મીડિયાના કેમેરા સામે 6 કરોડ જનતા સામે બોલીને મજબૂત જવાબો રજૂ કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે. એક તરફ પરીક્ષામાં બિલ લાવવા મામલે બોલવાનું હતું ત્યાં હવે ભરતી કૌભાંડે સવાલો કર્યા છે.  

About the author

cradmin