Article Gujarati

ધૂળિયા ડાયવર્ઝનથી હાલાકી: સુરતમાં કઠોદરા જતાં રસ્તા પર ગૂડ્ઝ રેલવેના ગરનાળાના કામથી હાલાકી, કાચા માર્ગ પર ડાયવર્ઝન અપાતાં કામ બંધ કરાવાયું

Written by cradmin

Gujarati NewsLocalGujaratSuratIn Surat Going To Kathodara, The Work Of The Goods Railway On The Road Was Damaged, The Work Was Stopped Due To The Diversion On The Unpaved Road.

સુરતએક કલાક પહેલા

કૉપી લિંકસ્થાનિકોએ રેલવેના નાળાની કામગીરી અટકાવી ડાયવર્ઝન યોગ્ય આપવા વિરોધ પ્રદર્શિત કર્યો હતો. - Divya Bhaskar

સ્થાનિકોએ રેલવેના નાળાની કામગીરી અટકાવી ડાયવર્ઝન યોગ્ય આપવા વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

તંત્ર દ્વારા હાલ ઠેર ઠેર ખોદકામ કરીને વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતના નવજીવનથી કઠોદરા તરફ જતાં રસ્તા પર ગૂડ્ઝ રેલવેના ગરનાળાનું કામ ચાલી રહ્યું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો કે, ડાયવર્ઝન કાચા માર્ગ પર આપવામાં આવ્યું છે. ખેતરમાંથી પસાર થતો આ રસ્તાથી એક કિલોમીટરનો ફેરાવો વધી જાય છે. સાથે જ ધૂળિયો રસ્તો હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી હલ્લાબોલ કરી કામકાજ બંધ કરાવાયું હતું.

સ્થાનિકોએ ગરનાળાનું કામ કરતાં કોન્ટ્રાક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિકોએ ગરનાળાનું કામ કરતાં કોન્ટ્રાક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી.

ડાયવર્ઝનથી હેરાનગતિ વધીગઢપુર સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે, કઠોદરા તરફ ઘણી સોસાયટીઓ આવેલી છે. અહિં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. લાખો લોકો રહે છે. તેમ છતાં ગૂડઝ ટ્રેનની કામગીરીમાં હાલ નાળાનું કામ ચાલે છે. જેથી ડાયવર્ઝન કાચા માર્ગ પર ખેતરમાં અપાયું છે. એક કિલોમીટરનો ફેરાવો ધરાવતાં ડાયવર્ઝનમાં 400થી વધુ મીટર સુધી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થઈ રહ્યો છે. ફેફસાંના રોગ વકરવાની ભીતિથી આજે લોકોએ હલ્લાબોલ કર્યું છે.

સતત ધૂળ ઉડતી હોય તેવું ડાયવર્ઝન અપાતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

સતત ધૂળ ઉડતી હોય તેવું ડાયવર્ઝન અપાતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

માત્ર આશ્વાસન અપાય છેશિવાંજલિ સોસાયટીમાં રહેતા કેશુભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ અમે પાલિકા અને તંત્રને રજૂઆત કરી હતી તો એકબીજા પર માત્ર ખો નાખવામાં આવી રહી છે. રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પણ કોઈ જ સરખો જવાબ મળતો નથી. જેથી આજે આસપાસની સોસાયટીના 400થી વધુ પ્રમુખ સહિતના જાગૃત નાગરિકો દ્વારા નાળાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. અમારી માંગ છે કે, અમને યોગ્ય ડાવવર્ઝન નહી આપવામાં આવે ત્યાં સુધી અમે કામ શરૂ કરવા દઈશું નહી. અમને એટલું કહેવાયું છે કે, અમે ઉપર રજૂઆત કરી છે. જો કે અમારે નક્કર કામગીરી ન થાય ત્યાં સુધી કામ અટકાવવું છે.

અન્ય સમાચારો પણ છે…

About the author

cradmin

Leave a Comment