અરવલ્લી (મોડાસા)40 મિનિટ પહેલા
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાક બગડે નહીં તે માટે અને નિંદામણ દૂર કરવા માટે જંતુનાશક દવાના ઉપયોગ કરવાનું કહેવાય છે. તેને જોતાં પાકજન્ય રોગોને નાથવા માટે જંતુનાશક દવાનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યો છે. અરવલ્લીના માલપુર તાલુકાના ખેડૂતો તડબૂચની ખેતી માટે ડ્રોન ટેક્નોલોજી થકી જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા છે. ડ્રોનના ઉપયોગથી ખેડૂતોને સારા પ્રમાણમાં ઉત્પાદન મળવાની સંભાવના છે.

ડ્રોન દ્વારા રાસાયણિક દવાનો છંટકાવમાલપુર તાલુકામાં ખેડૂતોએ સિઝનલ તડબૂચનું વાવેતર કર્યું છે. તડબૂચના પાકમાં જીવાત અને ફૂગનો રોગ આવવાની સંભાવના રહેતી હોય છે ત્યારે કોઈપણ પ્રકારનો રોગ કે જીવાત ના આવે તે માટે રાસાયણિક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. તે સંદર્ભે માલપુરના ખેડૂતોએ તડબૂચની ખેતીમાં આવતા ઉપદ્રવને નાથવા માટે ડ્રોન ટેક્નોલોજી અપનાવી છે. ડ્રોન દ્વારા રાસાયણિક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ડ્રોન દ્વારા 20 મિનિટમાં એક વીઘા જમીનમાં છંટકાવસામાન્ય રીતે ખેડૂતો હાથથી કે પંપ દ્વારા જાતે દવાનો છંટકાવ કરે છે. એક વીઘા જમીનમાં દવાના છંટકાવ માટે આખો દિવસ જાય છે. જ્યારે ડ્રોન ટેકનોલોજીથી માત્ર 20 મિનિટમાં એક વીઘા જમીનમાં દવાનો સારી રીતે છંટકાવ થઈ શકે છે. ખેતીને ક્યાંય નુકસાન ના થાય એ રીતે ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવે છે. જેથી રોગ અને જીવાતના ઉપદ્રવ ને સરળતાથી નાથી શકાય છે. માલપુરના ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવાના છંટકાવથી સારું ઉત્પાદન મળવાની આશા છે.
અન્ય સમાચારો પણ છે…

